Saturday, September 15, 2012

ગૂગલ ગ્લાસ ફેશન-ટેક્નોલોજીનો કોમ્બો


ન્યૂયોર્ક,  તા. ૧૪
  • આ સ્પેક્સ દ્વારા વીડિયો ચેટ અને વીડિયો
  • રેકર્ડિંગ કરી શકાય છે
  • દેખાવમાં ફેશનેબલ ગ્લાસથી મેસેજ મોકલી શકાય છે
  • ગૂગલ ગ્લાસથી લેવાયેલી શોર્ટ ફિલ્મ ગૂગલે રજૂ કરીગૂગલ ગ્લાસની કિંમત ૧,૫૦૦ ડોલર
ન્યૂયોર્ક ફેશન વીકમાં સ્ટાઇલ અને ફેશનના કોમ્બો ગૂગલ ગ્લાસ રજૂ કરવામાં આવ્યા હતા. આ સ્પેક્સમાં કેમેરા, મોનિટર અને માઇક્રોફોન લાગેલા છે, જેના દ્વારા એમએમએસ અને વીડિયો ચેટ કરી શકાય છે, ઉપરાંત તેનાથી વીડિયો રેકર્ડિંગ પણ શક્ય છે.
પ્રખ્યાત ફેશન ડિઝાઇનર ડાયન વોન ફર્સ્ટેનબર્ગે ગૂગલ ગ્લાસ પહેરીને ન્યૂયોર્ક ફેશન વીકમાં રેમ્પવોક કર્યું હતું. ફર્સ્ટેનબર્ગેનું કહેવું છે કે તેણે ગૂગલના સહસ્થાપક સર્જે બ્રિન સાથે આ ગ્લાસ પહેરીને એક પ્રેસકોન્ફરન્સમાં હાજરી આપી હતી, ત્યારથી જ તેને ગ્લાસ અત્યંત પસંદ પડતાં ફેશનવીકમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ગ્લાસ દ્વારા ફેશન વીકને લગતી એક શોર્ટ ફિલ્મ પણ બનાવવામાં આવી હતી અને રેમ્પવોકના એક દિવસ બાદ તે રજૂ કરાઈ હતી. ગૂગલે આ સ્ટાઇલિશ પ્રોડ્ક્ટ રજૂ કરવા માટે આ ફેશન વીકની તક ઝડપી હતી. ગૂગલ ગ્લાસ ટેક્નોલોજી અને ફેશનનો કોમ્બો માનવામાં આવી રહ્યા છે. આ ગ્લાસ માત્ર ફેશનેબલ આઈવેર જ નથી, પરંતુ તે લેટેસ્ટ ગેજેટ્સની પણ ગરજ સારે છે. મહિલાઓમાં પણ આ ગ્લાસ પોપ્યુલર બને તેવી અપેક્ષા છે. ગૂગલે આ ગ્લાસનો ડેમો તો આપી દીધો છે, પરંતુ તેના કોર્મિશયલ લોન્ચિંગની તારીખ જાહેર કરી નથી.
ફેશન ટેક્નોલોજી
આ સ્પેક્સમાં ઓગ્યુમેન્ટેડ રિઆલિટી હડ માઉન્ટેડ ડિસ્પ્લે છે, જેમાં કેમેરા, મોનિટર અને માઇક્રોફોન લાગેલા છે. આ ડિવાઇસને જોઈને લાગે છે કે સામેવાળાએ સ્ટાઇલિશ ચશ્માં પહેર્યાં છે, તેની ફ્રેમમાં એક સ્મોલ સ્ક્રીન લગાવવામાં આવ્યો છે. આ સ્ક્રીનમાં માત્ર વીડિયો અને ટેક્સ્ટ મેસેજ જ નથી જોઈ શકાતા પરંતુ વીડિયો ચેટ અને વીડિયો રેકર્ડિંગ પણ કરી શકાય છે. ટેક્નોલોજીની સાથે આ ગ્લાસ ફેશનેબલ પણ છે.
મર્ડોક સહિત ગ્લાસના અનેક ચાહકો
૧,૫૦૦ ડોલરની કિંમતના આ સ્પેક્સના ચાહકોની સંખ્યા ખૂબ ઝડપથી વધી રહી છે, તેમાં ખુદ મીડિયા મુગલ રૃપર્ટ મર્ડોક પણ સામેલ છે, જેણે તેમનાં ટ્વિટર એકાઉન્ટ પર આ ગ્લાસનાં વખાણ કર્યાં છે અને તેને જિનિયસ ગણાવ્યાં છે, તેમણે કહ્યું કે બ્રિને ક્રાંતિકારી ગ્લાસ બનાવ્યા છે જેના દ્વારા ફોટા લઈ શકાય છે, મેસેજ કરી શકાય છે, ડાયરેક્શન આપી શકાય છે વગેરે..