Monday, February 11, 2013

ગૂડ ન્યુઝ: ઓઝોનનું ગાબડું ઘટી રહ્યું છે


છેલ્લા દાયકામાં સૌથી નાનું ગાબડું 2012માં

ઓઝો

પૃથ્વીને પારજાંબલી કિરણોથી બચાવે છે


લંડન, તા.9
પૃથ્વીનું પારજાંબલી કિરણોથી સંરક્ષણ કરતાં ઓઝોન વાયુમાં પડેલા ગાબડામાં ઘટાડો થઈ રહ્યો છે. સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી કિરણો ઓઝોન વાયુના પડને કારણે પૃથ્વી સુધી પહોંચી શકતા ન હતાં. છેલ્લા કેટલા
ક વર્ષોથી પ્રદુષણને કારણે દક્ષિણ ધ્રુવના આકાશમાં ઓઝન વાયુના પડમાં ગાબડું પડયુ હતું.

ઉપગ્રહો દ્વારા લીધેલી તસવીરોનો અભ્યાસ કર્યાં પછી વિજ્ઞાનીઓ વિગતો આપી હતી કે છેલ્લા દાયકામાં 2012માં સૌથી નાનુ ગાબડુ નોંધાયુ છે. ફ્રીજ, એસી, વગેરે ઉપકરણોમાં વપરાતા ક્લોરોફ્લોરોકાર્બન (સીએફસી) નામના વાયુને કારણે ઓઝોનના પડને સતત નુકસાન થઈ રહ્યું છે. હવે એ પડ ફરી સંધાઈ રહ્યું છે, એ સારી વાત છે. અહીં ગ્રાફિકમાં ક્રમશ નાનુ થતું ઓઝોન હોલ દેખાય છે.

Sunday, February 3, 2013

સૂર્ય કરતાં દશગણું ગરમ આઇટીઈઆર ફ્રાંસમાં સ્થપાઈ રહ્યું છે

ડિસ્કવરી- ડો. વિહારી છાયા
આપણા ગ્રહ પર આપણે તારો બનાવી રહ્યા છીએ
આ સાત દેશોમાં ભારત પણ છે તેનો સહયોગ ગાંધીનગર નજીક ભાટના ઈન્સ્ટિટયૂટ ઓફ પ્લાઝ્મા રીસર્ચ કરે છે
જગતના સાત સૌથી મોટા દેશોના સહિયારા પુરૃષાર્થથી આગળ વધી રહી છે ફયુજન પાવર ટેકનોલોજી
જગતની ઊર્જાની ભૂખ કૂદકે અને ભૂસકે વધી રહી છે તેને ભાંગવા આઈટીઆર વિકસી રહેલ છે