Saturday, September 21, 2013

નોલેજ ઝોન : આંખનાં ચશ્માં કઈ રીતે કામ કરે છે ને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?


આ પણે જે દૃશ્ય નિહાળી રહ્યા હોઈએ એના પર પડતાં પ્રકાશનાં કિરણોને એકત્ર કરીને આપણી આંખો કેમેરાની માફક એ દૃશ્યનું વાસ્તવિક પ્રતિબિંબ આંખના રેટિના-પડદા પર ઉપસાવવાનું કાર્ય કરે છે. આંખની બાહ્ય સપાટી કે જે ર્કોિનયા તરીકે ઓળખાય છે એ અને એની અંદર રહેલો લેન્સ એકસાથે કામ કરે છે. જે દૂરનાં દૃશ્ય પરથી પરાર્વિતત થઈ આવતાં પ્રકાશનાં કિરણોને એકત્ર કરી એક જ જગ્યાએ વાળે છે તેથી રેટિનાના એક ભાગ પર પ્રતિબિંબ ઉપસે છે. આપણે જે દૃશ્ય નિહાળી રહ્યા હોઈએ ત્યાંથી દરેક ભાગ પરથી આવતાં કિરણો રેટિના પર અદલોઅદલ ચિત્રનો ભાગ ઉપસાવે છે અને એમ બધાં કિરણો મળી સમગ્ર દૃશ્યનું પ્રતિબિંબ ઉપસાવે છે, પરંતુ જો આંખ બરાબર કામ ન કરતી હોય તો સામેના દૃશ્યનું ર્કોિનયા લેન્સ મારફતનું પ્રતિબિંબ રેટિનાની આગળ કે પાછળ ઊપસે છે, એથી દૃશ્ય ઝાંખું ને ધૂંધળું દેખાય છે. આમાં ર્કોિનયા ને લેન્સનો મહત્ત્વનો રોલ છે. ર્કોિનયા બહારના પ્રકાશનાં કિરણોને એકત્રિત કરી કેન્દ્રિત કરે છે અને લેન્સ એ કિરણોને રેટિના પર વ્યવસ્થિત રીતે ઉપસાવે છે. જો આ બંનેમાં ખામી સર્જાય તો નજીકનું દૃશ્ય જોવામાં કે વાંચવામાં તકલીફ પડે છે.
એ માટે મેગ્નિફાઇંગ ગ્લાસ જેવાં લેન્સવાળાં ચશ્માં પહેરવાથી તે આંખની ક્ષમતા વધારે છે ને નજીકનું દૃશ્ય તમે સ્પષ્ટ ને સ્વચ્છ જોઈ શકો છો. જો દૂરના નંબર હોય તો એનો અર્થ એ છે કે ર્કોિનયા ને લેન્સ બંને બહુ મજબૂત હોવાથી એને નરમ કરવા પડે તો જ દૂરનું દૃશ્ય રેટિના પર સ્પષ્ટ ને સ્વચ્છ ઊપસે. એ માટે ડાઇર્વિંઝગ લેન્સવાળાં ચશ્માં પહેરવાં પડે. ઘરના દરવાજામાં જે પીપહોલમાં લેન્સ હોય છે તે ડાઇર્વિંઝગ લેન્સ હોય છે. નજીકનું જોવામાં તકલીફ પડે તો તે નીયર રાઇટેડ ને દૂરનું જોવામાં તકલીફ પડે તો તે વ્યક્તિ ફારસાઇટેડ કહેવાય છે. રેટિના એ જ્ઞાાનતંતુઓના પડનો બનેલો નાજુક અને અતિ મહત્ત્વનો અવયવ છે. 

Wednesday, July 10, 2013

Human Brain


Click here to join nidokidos

Human brain if the most interesting and complicated organ. And these facts only prove this statement.


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos

Click here to join nidokidos


Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos

Click here to join nidokidos


Click here to join nidokidos

Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos

Human BrainThe Human Brain Project (HBP), is a research project which aims to simulate the human brain with supercomputers to better understand how it functions

Friday, April 12, 2013

300 વર્ષ પછી અમેરિકાની સ્થિતિ આવી હશે!


વોશિંગ્ટન, તા. ૧૧
  • સુપરસેન્ડી બાદ અમેરિકામાં વારંવાર વાતાવરણ બગડવાની શક્યતા
  • ગયું વર્ષ અમેરિકનો માટે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થયું
  • પ્રદ્ષણની વર્તમાન માત્રા જળવાઈ રહે તો ૨૧૦૦માં સી-લેવલ ૬.૬ ફૂટ વધી જશે
વૈજ્ઞાનિકો દ્વારા ગ્લોબલ ર્વોર્મિંગની વર્તમાન ગંભીર અસરો અને તેના દુરોગામી દુષ્કર પરિણામો બાબતે લોકોને વારંવાર ચેતવવામાં આવે છે પણ લોકોની તેના પર કોઈ અસર પડતી નથી. ખાસ કરીને અમેરિકા, ચીન, ભારત, રશિયા અને બ્રિટન જેવા મોટા દેશોમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક છે, જો દુનિયાના આવા દેશોમાં પ્રદૂષણની માત્રા આવી રીતે જ રહેશે તો લોકોએ તેનું ગંભીર પરિણામ ભોગવવું જ પડશે, અમેરિકાની વાત કરીએ તો વૈજ્ઞાાનિકોએ ચેતવણી આપી છે કે છેલ્લા કેટલાક સમયમાં ગ્લોબલ ર્વોમગમાં થયેલા વધારાને કારણે અમેરિકાની આસપાસના દરિયા અને મહાસાગરોનું સી-લેવલ વધી રહ્યું છે, જોકે આ લેવલ વધવાનું પ્રમાણ સાવ નહીવત્ છે પણ જો આ બાબતે ગંભીરતા ન દાખવવામાં આવી તો આવનારાં વર્ષોમાં અમેરિકામાં જળબંબાકાર હશે. ન્યૂયોર્ક, ન્યૂજર્સી, બોસ્ટન અને અન્ય ઘણાં શહેરો પાણીની અંદર ચાલ્યાં ગયાં હશે.
આવી જ ગંભીર બાબત પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે નિકોલે લેમ નામના ૨૪ વર્ષના સંશોધક અને આર્િટસ્ટ દ્વારા અનોખો રસ્તો અપનાવવામાં આવ્યો છે, તેણે પાંચ સદી બાદ અમેરિકા કેવું હશે તેના કાલ્પનિક ફોટોગ્રાફ તૈયાર કર્યા છે, તેમાં તેણે બતાવ્યું છે કે અત્યારે અમેરિકામાં જે જાણીતાં શહેરો અને પર્યટન સ્થળોમાં ૨૫ ફૂટ જેટલું દરિયાનું પાણી ભરાઈ જશે. તેનો સીધો અર્થ થયો કે જ્યાં સ્થળ છે ત્યાં જળ થઈ જશે. આ બાબતે જ લોકોને જાગ્રત કરવા માટે તેણે આ પોસ્ટરો બનાવ્યાં છે. તેણે જણાવ્યું કે આ સી-લેવલ વધવા માટે સદીઓ પસાર થઈ જશે પણ આ બાબતે અત્યારથી જ કાળજી રાખવામાં આવે તે જરૃરી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે જાગ્રત હોઈશું તો આપણી આગળની પેઢીને સારું અને સ્વસ્થ ભવિષ્ય આપી શકીશું.
અમેરિકન નેશનલ ક્લા્ઇમેટ અસેસમેન્ટ દ્વારા થોડા સમય પહેલાં જ જાહેરાત કરવામાં આવી હતી કે ગ્લોબલ ર્વોિંમગનું સ્તર વધી રહ્યું છે, તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેને કારણે અમેરિકાને હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોટરસપ્લાય, એગ્રિકલ્ચર અને અન્ય ઘણી બાબતો પર અસર પડી રહી છે. ખાસ કરીને અમેરિકાનું વાતાવરણ બદલાવવું અને વારંવાર વાવાઝોડા આવવાં તે ગ્લોબલ ર્વોિંમગનું જ પરિણામ છે. છેલ્લી અડધી સદીમાં અમેરિકામાં જે પેટ્રોલ, ડીઝલ અને અન્ય બળતણોની જે રીતે વપરાશ થઈ તે જોતાં લાગે છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો સ્થિતિ વધારે ખરાબ થતી જશે. થોડા સમય પહેલાં સુપરસ્ટોર્મ સેન્ડીએ જે રીતે અમેરિકાને ધમરોળ્યું તેના વિશે કહેવામાં આવે છે કે આ નવું પરિવર્તન છે અને હવે અમેરિકા માટે તે સામાન્ય બાબત થઈ જશે, તે ઉપરાંત ગયું વર્ષ અમેરિકનો માટે સૌથી ગરમ વર્ષ રહ્યું હતું, જે રીતે દુનિયામાં પ્રદૂષણનું પ્રમાણ વધશે તેમ સમસ્યા વધતી જશે. એક અંદાજ પ્રમાણે પ્રદૂષણનું સ્તર જે અત્યારે છે તે જળવાઈ રહે તો ૨૧૦૦ની સાલમાં અમેરિકામાં સી-લેવલ ૬.૬ ફૂટ વધી ગયું હશે, તેને આધારે આવનારાં ૧૦૦થી ૩૦૦ વર્ષમાં આ સ્તર ૨૫થી ૩૦ ફૂટ થઈ જશે.
અન્ય અસરો 
  • તામપાનમાં વધારો અને ઋતુચક્રમાં ફેરફાર તેની મુખ્ય અસરો છે.
  • આગામી સમયમાં દરેક ઋતુ વધારે લંબાતી જશે અને અનિયમિત થઈ જશે.
  • વાતાવરણ બદલાવાથી લોકો વધારે બીમાર પડતાં થશે.
  • દાવાનળ ફાટવા અને હવાનાં પ્રદૂષણમાં અધધ વધારો થવો સામાન્ય થઈ જશે.
  • જીવજંતુઓ, હવા અને પાણીથી ફેલાતા રોગોમાં વધારો થશે.
  • પાણીનો પુરવઠો ઘટતો જશે અને અનિયમિત થઈ જશે.
  • પાણી મેળવવા માટે કાયદાકીય જંગ થશે.
  • સી-લેવલ વધવાથી વાવાઝોડાનું પ્રમાણ અને સંખ્યામાં વધારો થશે.
  • તાપમાન ક્યારેક સખત વધારે તો ક્યારેક સખત ઓછું થઈ જશે.
  • સમુદ્રો વધારે ગરમ અને એસિડિક થતાં જશે. 

Wednesday, April 10, 2013

પરમાણુ સક્ષમ અગ્નિ-૨ મિસાઇલનું પરીક્ષણ થયું


બેલાસોર,તા. ૭ 
  • ૨૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા
  • ઓરિસ્સામાં સવારે ૧૦.૨૦ વાગે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોંચ સંકુલથી પરિક્ષણ
  • મિસાઇલનું વજન ૧૭ ટન છે
મધ્યમ રેન્જની પરમાણુ સક્ષમ અગ્નિ-૨ મિસાઇલનું આજે ઓરિસ્સાના દરિયાકાંઠા આવેલા વિલર આઈલેન્ડ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલની રેન્જ ૨૦૦૦ કિલોમીટરથી વધુની છે. સરંક્ષણ સૂત્રોએ કહ્યું છે કે આજે સવારે ૧૦.૨૦ વાગ્યાની આસપાસ આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બેલાસોરમાં ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોંચ કોમ્પલેક્સ પરથી મોબાઈલ લોન્ચર મારફતે ભૂમિથી ભૂમિમાં પ્રહાર કરતી આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ-૨ મિસાઇલના પરીક્ષણ વેળા ટોચના સરંક્ષણ નિષ્ણાંતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગ્નિ-૨ ઇન્ટરમિડીયટ રેન્જની બેલાસ્ટિક મિસાઈલ પહેલાથી જ સેવામાં આવી ચૂકી છે. સરંક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ટેકા સાથે ટ્રેનીંગ કવાયતના ભાગરૃપે સેનાના સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા આ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બે તબક્કાની આ મિસાઇલમાં અતિ આધુનિક હાઈએક્યુરન્સી નેવીગ્રેશન સિસ્ટમ ગોઠવાયેલી છે. સમગ્ર મિસાઇલમાં અતિ આધુનિક સાધનો પણ ગોઠવાયેલા છે. ૨૦ મિટર લાંબી અગ્નિ-૨ મિસાઇલ બે તબક્કાની છે. આનુ લોંચ વજન ૧૭ ટનની આસપાસનું છે. આ મિસાઇલ ૧૦૦૦ કિલોગ્રામથી વધુના પેલોડ લઈને ૨૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકી શકે છે. અગ્નિ-૨ મિસાઇલ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી દ્વારા વિકસીત કરવામાં આવી છે. અગ્નિ-૧ મિસાઇલની રેન્જ ૭૦૦ કિલોમીટરની છે જ્યારે અગ્નિ-૩ મિસાઇલની રેન્જ ૩૦૦૦ કિલોમીટરની છે. ડીઆરડીઓ દ્વારા વિકસીત અગ્નિ શ્રેણીની મિસાઇલ અગ્નિ-૪ ૪૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે. જ્યારે અગ્નિ-૫ ૫૦૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે. આજના પરિક્ષણ વેળા તમામ માપદંડોને પૂર્ણ કરવામાં આવ્યા હતા.
અગ્નિ-૨ પ્રોફાઈલ
  • ટાઈપ -   ઇન્ટરમીડીયટ રેન્જની બેલાસ્ટિક મિસાઇલ
  • મૂળ સ્થળ   -     ભારત
  • ઉપયોગ     -    ભારતીય સેના
  • મેન્યુફેક્ચરર -    ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
  • યુનિટ ખર્ચ -    ૨૫-૩૫ કરોડ
  • વજન -  ૧૭૦૦૦ કિલોગ્રામ (૧૦૦૦ વોર હેડ સહિત)
  • લંબાઈ      -   ૨૦ મીટર
  • ઊંચાઈ     -   ૧ મીટર
  • વોરહેડ     -    સ્ટ્રેટેજીક ન્યુક્લીયર (૧૫થી ૨૫૦ કેટી)
  • એન્જીન      -   ૨ સોલિન્ડ પોપેલન્ટ એન્જીન
  • ઓપરેશનલ રેન્જ  -    ૨૦૦૦ કિમી 

Tuesday, April 9, 2013

બિગ બેન્ગના અવાજનું ફરી નવસર્જન

વોશિંગ્ટન, 8 એપ્રિલ
વોશિંગ્ટન યુનિર્વિસટીના વૈજ્ઞાનિકોનો સફળ પ્રયોગ
અમેરિકાની વોશિંગ્ટન યુનિર્વિસટીના વૈજ્ઞાનિકો દ્વારા ૧૪ અબજ વર્ષ પહેલાં બ્રહ્માંડની ઉત્પતિ વખતે જેવો અવાજ થયેલો તેવા જ અવાજનું વધુ ચોકસાઈ સાથે નવસર્જન કરવામાં સફળતા મળી હતી. આ અવાજનું ઓડિયો રિક્રિએશન કરવા માટે સંશોધક જ્હોન ક્રેમરે નવું ડિવાઇસ વિકસાવ્યું હતું. એક દાયકા અગાઉ પાંચમા ગ્રેડના આ સાયન્સ પ્રોજેક્ટને હાથ ધરવામાં આવ્યો હતો.
ક્રેમરે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડના વધુ આધુનિક ડેટાનો ઉપયોગ કરીને બિગ બેન્ગ વખતે થયેલા અવાજનું વધુ શક્તિશાળી અને ચોક્સાઈ સાથેનું રેર્કોડિંગ રજૂ કર્યું હતું. આ અવાજ ૨૦ સેકન્ડથી લઈને ૮ મિનિટ સુધી વિસ્તારી શકાયો હતો.
સિસ્મોલોજિસ્ટના મતે ૯ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી સમગ્ર પૃથ્વીને જેટલી અસર થાય તેટલો અવાજ ઉત્પન્ન કરી શકાયો હતો. સમગ્ર યુનિવર્સમાં તેનો રણકાર સંભળાયો હતો.
પૃથ્વીનાં અસ્તિત્વની શરૃઆતના ગાળામાં તાપમાનમાં જે વધઘટ થઈ હતી તેનાં બેકગ્રાઉન્ડના આધારે કોસ્મિક માઇક્રોવેવ્ઝમાંથી ક્રેમરે ડેટાનો ઉપયોગ કર્યો હતો. મેથેમેટિકા નામનાં કમ્પ્યૂટર પ્રોગ્રામમાંથી મેળવેલા ડેટાને અવાજમાં બદલવામાં આવ્યા હતા.
ક્રેમરના જણાવ્યા મુજબ પૃથ્વી જેમ જેમ ઠંડી થશે અને તેનો વ્યાપ વિસ્તરશે એમ અવાજના તરંગની લંબાઈ ઓછી થતી જશે.

Thursday, April 4, 2013

વિશ્વનો સૌથી હલકો પદાર્થ

બેઇજિંગ, 4 એપ્રિલ

ચીનના વૈજ્ઞાનિકોએ દૂનિયાનો સૌથી હલકો પદાર્થ કાર્બન એરોજેલનો વિકાસ કર્યો છે જેની ઘનતા હવાની ઘનતાની કેવળ છઠ્ઠો હિસ્સો હશે. ઝીજિયાંગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ સોલિડ પદાર્થનુ ઉત્પાદન કર્યુ જેની ઘનતા કેવળ 0.18 મિલીગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે. તેની પહેલા વિશ્વનો સૌથી હલકો પદાર્થ ગ્રેફાઇટ એરોજેલ હતો. ગ્રેફાઇટ એરોજેલનો વિકાસ છેલ્લા વર્ષે જર્મનીના વૈજ્ઞાનિકોએ કર્યુ હતુ જેની ઘનતા 0.18 મિલીગ્રામ પ્રતિ ઘન સેન્ટીમીટર છે.

Monday, March 25, 2013

પેરૃમાં હવાને પાણીમાં બદલતું ર્હોડિંગ બનાવાયું


પેરૃ : 25, માર્ચ
આ વાત સાંભળીને તમને નવાઈ જરૃર લાગશે કે, હવામાંથી પાણી કેવી રીતે બની શકે અને તે પણ એક ર્હોડિંગ દ્વારા, પરંતુ આ વાત તદ્દન સાચી છે. પેરૃની રાજધાની લીમામાં પ્રવેશદ્વાર પર એક એવું ર્હોડિંગ લગાવવામાં આવ્યું છે જે, વાતાવરણમાં રહેલી ભેજનો ઉપયોગ કરીને સાફ પાણી ઉત્પન્ન કરે છે.
ટેકનિક દ્વારા કોઈ પણ વસ્તુ અશક્ય નથી
લીમામાં યૂનિર્વિસટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી(યૂટેક)ના શોધકર્તાઓ અને જાહેરાત એજન્સી મારૃ પેરૃ ડ્રાફ્ટ એફસીબીએ ભેગા મળીને આ અનોખું ર્હોડિંગ તૈયાર કર્યું છે અને આ ર્હોડિંગ પર લખ્યું છે કે, 'હવામાંથી પાણી પેદા કરે છે'. આ ર્હોડિંગે પેરૃનાં લોકોને અચરજમાં નાખી દીધા છે, પરંતુ આ ર્હોડિંગ ખરેખર ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ ર્હોડિંગ દ્વારા એક દિવસનું ૯૦ લિટર પાણી ઉત્પન્ન કરી શકાય છે અને આ ર્હોિંડેગ અત્યાર સુધીમાં ૯,૦૦૦ લિટર જેટલું સાફ પાણી ઉત્પન્ન્ કરી ચૂક્યું છે. યૂટેકનું કહેવું છે કે, તેઓ આ કલ્પનાને હકીકત કરવા માગતા હતા અને આ ર્હોડિંગ દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું કે ટેકનિક દ્વારા કોઈ પણ વસ્તુ અશક્ય નથી.
પેરૃમાંખૂબ જ ઓછો વરસાદ થાય છે પરંતુ અહીનાં વાતાવરણમાં ૯૮ ટકા ભેજ હોય છે. યૂટેકની પ્રવક્તા જેસિકા રૃઆસનેે અનુસાર આ ટેકનિક દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે અને સરળતાથી હવાના ભેજને પાણીમાં પરિર્વિતત કરી શકાય છે. રૃઆસનું એવું માનવું છે કે, આ ર્હોડિંગ દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
કેવી રીતે બને છે આ મશીન ?
આ ર્હોડિંગની અંદર પાંચ એવાં યંત્ર છે જે હવાનાં ભેજને કન્સેડર અને ફિલ્ટરની મદદથી પાણીમાં પરિર્વિતત કરી દે છે. હવામાંથી બનેલું આ પાણી ર્હોડિંગની ઉપર ટાંકીમાં જમા થાય છે અને તે ર્હોડિંગની નીચે એક નળ મૂકવામાં આવ્યો છે જ્યાંથી માણસો પાણી પી શકે છે. આ આખું સેટઅપ તૈયાર કરવા પાછળ માત્ર ૧,૨૦૦ ડોલરનો ખર્ચ થાય છે.
 યૂટેકની પ્રવક્તા જેસિકા રૃઆસનેે અનુસાર આ ટેકનિક દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે અને સરળતાથી હવાના ભેજને પાણીમાં પરિર્વિતત કરી શકાય છે.