વોશિંગ્ટન, 8 એપ્રિલ
વોશિંગ્ટન યુનિર્વિસટીના વૈજ્ઞાનિકોનો સફળ પ્રયોગ
અમેરિકાની વોશિંગ્ટન યુનિર્વિસટીના વૈજ્ઞાનિકો દ્વારા ૧૪ અબજ વર્ષ પહેલાં બ્રહ્માંડની ઉત્પતિ વખતે જેવો અવાજ થયેલો તેવા જ અવાજનું વધુ ચોકસાઈ સાથે નવસર્જન કરવામાં સફળતા મળી હતી. આ અવાજનું ઓડિયો રિક્રિએશન કરવા માટે સંશોધક જ્હોન ક્રેમરે નવું ડિવાઇસ વિકસાવ્યું હતું. એક દાયકા અગાઉ પાંચમા ગ્રેડના આ સાયન્સ પ્રોજેક્ટને હાથ ધરવામાં આવ્યો હતો.
ક્રેમરે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડના વધુ આધુનિક ડેટાનો ઉપયોગ કરીને બિગ બેન્ગ વખતે થયેલા અવાજનું વધુ શક્તિશાળી અને ચોક્સાઈ સાથેનું રેર્કોડિંગ રજૂ કર્યું હતું. આ અવાજ ૨૦ સેકન્ડથી લઈને ૮ મિનિટ સુધી વિસ્તારી શકાયો હતો.
સિસ્મોલોજિસ્ટના મતે ૯ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપથી સમગ્ર પૃથ્વીને જેટલી અસર થાય તેટલો અવાજ ઉત્પન્ન કરી શકાયો હતો. સમગ્ર યુનિવર્સમાં તેનો રણકાર સંભળાયો હતો.
પૃથ્વીનાં અસ્તિત્વની શરૃઆતના ગાળામાં તાપમાનમાં જે વધઘટ થઈ હતી તેનાં બેકગ્રાઉન્ડના આધારે કોસ્મિક માઇક્રોવેવ્ઝમાંથી ક્રેમરે ડેટાનો ઉપયોગ કર્યો હતો. મેથેમેટિકા નામનાં કમ્પ્યૂટર પ્રોગ્રામમાંથી મેળવેલા ડેટાને અવાજમાં બદલવામાં આવ્યા હતા.
ક્રેમરના જણાવ્યા મુજબ પૃથ્વી જેમ જેમ ઠંડી થશે અને તેનો વ્યાપ વિસ્તરશે એમ અવાજના તરંગની લંબાઈ ઓછી થતી જશે.
No comments:
Post a Comment