બેલાસોર,તા. ૭
- ૨૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકવાની ક્ષમતા
- ઓરિસ્સામાં સવારે ૧૦.૨૦ વાગે ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જના લોંચ સંકુલથી પરિક્ષણ
- મિસાઇલનું વજન ૧૭ ટન છે
મધ્યમ રેન્જની પરમાણુ સક્ષમ અગ્નિ-૨ મિસાઇલનું આજે ઓરિસ્સાના દરિયાકાંઠા આવેલા વિલર આઈલેન્ડ પરથી સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલની રેન્જ ૨૦૦૦ કિલોમીટરથી વધુની છે. સરંક્ષણ સૂત્રોએ કહ્યું છે કે આજે સવારે ૧૦.૨૦ વાગ્યાની આસપાસ આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. બેલાસોરમાં ઇન્ટેગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઈટીઆર)ના લોંચ કોમ્પલેક્સ પરથી મોબાઈલ લોન્ચર મારફતે ભૂમિથી ભૂમિમાં પ્રહાર કરતી આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અગ્નિ-૨ મિસાઇલના પરીક્ષણ વેળા ટોચના સરંક્ષણ નિષ્ણાંતો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અગ્નિ-૨ ઇન્ટરમિડીયટ રેન્જની બેલાસ્ટિક મિસાઈલ પહેલાથી જ સેવામાં આવી ચૂકી છે. સરંક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા ડીઆરડીઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા ટેકા સાથે ટ્રેનીંગ કવાયતના ભાગરૃપે સેનાના સ્ટ્રેટેજીક ફોર્સ કમાન્ડ દ્વારા આ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બે તબક્કાની આ મિસાઇલમાં અતિ આધુનિક હાઈએક્યુરન્સી નેવીગ્રેશન સિસ્ટમ ગોઠવાયેલી છે. સમગ્ર મિસાઇલમાં અતિ આધુનિક સાધનો પણ ગોઠવાયેલા છે. ૨૦ મિટર લાંબી અગ્નિ-૨ મિસાઇલ બે તબક્કાની છે. આનુ લોંચ વજન ૧૭ ટનની આસપાસનું છે. આ મિસાઇલ ૧૦૦૦ કિલોગ્રામથી વધુના પેલોડ લઈને ૨૦૦૦ કિલોમીટર સુધી ત્રાટકી શકે છે. અગ્નિ-૨ મિસાઇલ એડવાન્સ સિસ્ટમ લેબોરેટરી દ્વારા વિકસીત કરવામાં આવી છે. અગ્નિ-૧ મિસાઇલની રેન્જ ૭૦૦ કિલોમીટરની છે જ્યારે અગ્નિ-૩ મિસાઇલની રેન્જ ૩૦૦૦ કિલોમીટરની છે. ડીઆરડીઓ દ્વારા વિકસીત અગ્નિ શ્રેણીની મિસાઇલ અગ્નિ-૪ ૪૦૦૦ કિલોમીટરની રેન્જ ધરાવે છે. જ્યારે અગ્નિ-૫ ૫૦૦૦ કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે. આજના પરિક્ષણ વેળા તમામ માપદંડોને પૂર્ણ કરવામાં આવ્યા હતા.
અગ્નિ-૨ પ્રોફાઈલ
- ટાઈપ - ઇન્ટરમીડીયટ રેન્જની બેલાસ્ટિક મિસાઇલ
- મૂળ સ્થળ - ભારત
- ઉપયોગ - ભારતીય સેના
- મેન્યુફેક્ચરર - ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
- યુનિટ ખર્ચ - ૨૫-૩૫ કરોડ
- વજન - ૧૭૦૦૦ કિલોગ્રામ (૧૦૦૦ વોર હેડ સહિત)
- લંબાઈ - ૨૦ મીટર
- ઊંચાઈ - ૧ મીટર
- વોરહેડ - સ્ટ્રેટેજીક ન્યુક્લીયર (૧૫થી ૨૫૦ કેટી)
- એન્જીન - ૨ સોલિન્ડ પોપેલન્ટ એન્જીન
- ઓપરેશનલ રેન્જ - ૨૦૦૦ કિમી
No comments:
Post a Comment