Saturday, September 21, 2013

નોલેજ ઝોન : આંખનાં ચશ્માં કઈ રીતે કામ કરે છે ને તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે?


આ પણે જે દૃશ્ય નિહાળી રહ્યા હોઈએ એના પર પડતાં પ્રકાશનાં કિરણોને એકત્ર કરીને આપણી આંખો કેમેરાની માફક એ દૃશ્યનું વાસ્તવિક પ્રતિબિંબ આંખના રેટિના-પડદા પર ઉપસાવવાનું કાર્ય કરે છે. આંખની બાહ્ય સપાટી કે જે ર્કોિનયા તરીકે ઓળખાય છે એ અને એની અંદર રહેલો લેન્સ એકસાથે કામ કરે છે. જે દૂરનાં દૃશ્ય પરથી પરાર્વિતત થઈ આવતાં પ્રકાશનાં કિરણોને એકત્ર કરી એક જ જગ્યાએ વાળે છે તેથી રેટિનાના એક ભાગ પર પ્રતિબિંબ ઉપસે છે. આપણે જે દૃશ્ય નિહાળી રહ્યા હોઈએ ત્યાંથી દરેક ભાગ પરથી આવતાં કિરણો રેટિના પર અદલોઅદલ ચિત્રનો ભાગ ઉપસાવે છે અને એમ બધાં કિરણો મળી સમગ્ર દૃશ્યનું પ્રતિબિંબ ઉપસાવે છે, પરંતુ જો આંખ બરાબર કામ ન કરતી હોય તો સામેના દૃશ્યનું ર્કોિનયા લેન્સ મારફતનું પ્રતિબિંબ રેટિનાની આગળ કે પાછળ ઊપસે છે, એથી દૃશ્ય ઝાંખું ને ધૂંધળું દેખાય છે. આમાં ર્કોિનયા ને લેન્સનો મહત્ત્વનો રોલ છે. ર્કોિનયા બહારના પ્રકાશનાં કિરણોને એકત્રિત કરી કેન્દ્રિત કરે છે અને લેન્સ એ કિરણોને રેટિના પર વ્યવસ્થિત રીતે ઉપસાવે છે. જો આ બંનેમાં ખામી સર્જાય તો નજીકનું દૃશ્ય જોવામાં કે વાંચવામાં તકલીફ પડે છે.
એ માટે મેગ્નિફાઇંગ ગ્લાસ જેવાં લેન્સવાળાં ચશ્માં પહેરવાથી તે આંખની ક્ષમતા વધારે છે ને નજીકનું દૃશ્ય તમે સ્પષ્ટ ને સ્વચ્છ જોઈ શકો છો. જો દૂરના નંબર હોય તો એનો અર્થ એ છે કે ર્કોિનયા ને લેન્સ બંને બહુ મજબૂત હોવાથી એને નરમ કરવા પડે તો જ દૂરનું દૃશ્ય રેટિના પર સ્પષ્ટ ને સ્વચ્છ ઊપસે. એ માટે ડાઇર્વિંઝગ લેન્સવાળાં ચશ્માં પહેરવાં પડે. ઘરના દરવાજામાં જે પીપહોલમાં લેન્સ હોય છે તે ડાઇર્વિંઝગ લેન્સ હોય છે. નજીકનું જોવામાં તકલીફ પડે તો તે નીયર રાઇટેડ ને દૂરનું જોવામાં તકલીફ પડે તો તે વ્યક્તિ ફારસાઇટેડ કહેવાય છે. રેટિના એ જ્ઞાાનતંતુઓના પડનો બનેલો નાજુક અને અતિ મહત્ત્વનો અવયવ છે. 

No comments:

Post a Comment