વોશિંગ્ટન, તા. ૨૧
માનવીના સૌપ્રથમ પૂર્વજ વાનર હોવાનું કહેવાય છે, પરંતુ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, આપણા પૂર્વજ વાનર નહિ પણ ખિસકોલી જેવા દેખાતા હતા. અભ્યાસમાં વિજ્ઞાનીઓએ ખિસકોલીની અસ્થિરચના સાથે સંબંધિત કેટલીક એવી બાબતો નોંધી છે જે માનવીના પ્રથમ પૂર્વજ ખિસકોલી હોવાની વાતને વેગ આપે છે.
તાજેતરમાં જ શોધાયેલા વિશ્વના સૌથી જૂના અને આદિમ કાળના પ્રાઇમેટ તરીકે ઓળખતાં પ્રાણી પર્જેટોરિયસ જીવાશ્મો પરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તે નાનાં કદના અને ખૂબ જ સ્ફૂર્તિલા પ્રાણી હોઈ શકે છે. આ પ્રાણીઓ મોટાભાગનો સમય ફળ ખાવામાં અને વૃક્ષો પર જ વિતાવતાં હતાં. પર્જેટોરિયસ અને તેની પૂર્વેના જીવાશ્મમાં માથાનાં હાડકાની ઓળખ કરવામાં આવી છે. આ પહેલાં માત્ર દાંતનાં હાડકાંથી તેનાં અસ્તિત્વ વિશે જાણી શકાયું હતું.
અભ્યાસના સહલેખક અને યેલ યુનિર્વિસટીના જીવાશ્મ નિષ્ણાત સ્ટિફન ચેસ્ટર કહે છે કે, તેની પગની ઘૂંટીનું હાડકું દર્શાવે છે કે, તેમનાં હાડકાંના સાંધા અત્યારે વૃક્ષ પર જોવા મળતાં પ્રાઇમેટ પ્રાણીઓ જેવા જ હતા. ચેસ્ટર કહે છે કે, આ પ્રકારના સાંધાને કારણે તેઓ અલગ અલગ દિશામાં સરળતાથી મૂવમેન્ટ કરી શકે છે. આ સાથે વૃક્ષની ડાળીઓ પર પોતાની પકડ પણ જાળવી રાખે છે, જોકે આના પરથી એમ પણ કહી શકાય છે કે, આજે જોવા મળતાં પ્રાઇમેટ્સની પગની ઘૂંટીઓ જેટલી લાંબી દેખાય છે તેટલી લાંબી એ સમયે નહોતી. કેલિફોર્નિયા યુનિર્વિસટીના ચેસ્ટરે તેમના સાથી જોનાથ બ્લોક અને વિલિયમ ક્લીમેન્સ સાથે આ અભ્યાસનું આયોજન કર્યું હતું.
તેઓ વધુમાં જણાવે છે કે, આ સસ્તન પ્રાણી નાનાં અને બ્રાઉન રંગનાં હતાં તથા તેમને એક ઘટાદાર પૂંછડી પણ હતી. પર્જેટોરિયસનું વજન ૧.૩ ઔંસ(૩૬.૮૫ ગ્રામ) જેટલું માનવામાં આવે છે, જે લગભગ આજના નાનામાં નાનાં પ્રાઇમેટ્સ જેટલી છે.
રિસર્ચર્સનું માનવું છે કે, પર્જેટોરિયસની પગની ઘૂંટીઓની જૈવવિકાસના ક્રમમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોઈ શકે છે. વિજ્ઞાનીઓ માને છે કે, માનવીએ લગભગ છ કરોડ વર્ષ પૂર્વે વૃક્ષ પર વસવાટ કરવાનું ત્યજી દીધું હતું.

- એક અભ્યાસમાં આપણા પૂર્વજ ખિસકોલી જેવા દેખાતા હોવાનું જાણવા મળ્યું
- પ્રાચીન સમયના ખિસકોલી જેવા પ્રાઇમેટ્સના જીવાશ્મોની પગની ઘૂંટીનું હાડકું અત્યારની ખિસકોલી જેવું હતું
- માનવીએ છ કરોડ વર્ષ પૂર્વે વૃક્ષ પર વસવાટ કરવાનું ત્યજી દીધું હતું : રિસર્ચર્સ