સાયન્સ ટોક
પુ રાતનકાળમાં જ્વાળામુખી પર્વતો ફાટયા પછી વરાળ અને વાયુથી આકાશને ભરચક કરી દે તેવાં વાદળો બન્યાં હતાં. સદીઓ સુધી એકધારો વરસાદ પડતો રહ્યો એટલે નીચાણવાળી જગ્યામાં પાણી ભરાતાં સમુદ્રનું સર્જન થયું, એમ એક થિયરી કહે છે. શરૂઆતનો વરસાદ થોડા ખારા પાણીનો વરસ્યો હતો, કેમ કે જ્વાળામુખી પર્વતોના હાઇડ્રોજન ક્લોરાઇડ જેવા ગેસ તેમાં ઓગળ્યા હતા.
વખત જતાં વરસાદી પાણી જમીનના ક્ષારોને ઓગાળવા લાગ્યું. જમીનના ખડકો અને પથ્થરો અકબંધ રહ્યા, પરંતુ તેમના સોડિયમ અને મેગ્નેશિયમ જેવા દ્રવ્ય ક્ષારો વરસાદમાં સતત પીગળતા રહ્યા અને સમુદ્રના પાણીને વધુ ખારું બનાવતા રહ્યા. આજે સમુદ્રના દરેક ઘનફૂટ પાણીમાં ૧ કિગ્રા. મીઠું છે તેમ એક સંશોધન પરથી કહી શકાય. નિષ્ણાતોના માનવા પ્રમાણે દુનિયાના બધા મહાસાગરોમાં ભળેલું મીઠું જો બહાર કાઢવામાં આવે અને તેને જમીન પર એકસરખું પાથરી દેવામાં આવે તો એ થર લગભગ ૫૦૦ ફીટ જાડો બની શકે છે
No comments:
Post a Comment