Monday, March 25, 2013

પેરૃમાં હવાને પાણીમાં બદલતું ર્હોડિંગ બનાવાયું

પેરૃ : 25, માર્ચ
આ વાત સાંભળીને તમને નવાઈ જરૃર લાગશે કે, હવામાંથી પાણી કેવી રીતે બની શકે અને તે પણ એક ર્હોડિંગ દ્વારા, પરંતુ આ વાત તદ્દન સાચી છે. પેરૃની રાજધાની લીમામાં પ્રવેશદ્વાર પર એક એવું ર્હોડિંગ લગાવવામાં આવ્યું છે જે, વાતાવરણમાં રહેલી ભેજનો ઉપયોગ કરીને સાફ પાણી ઉત્પન્ન કરે છે.
ટેકનિક દ્વારા કોઈ પણ વસ્તુ અશક્ય નથી
લીમામાં યૂનિર્વિસટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી(યૂટેક)ના શોધકર્તાઓ અને જાહેરાત એજન્સી મારૃ પેરૃ ડ્રાફ્ટ એફસીબીએ ભેગા મળીને આ અનોખું ર્હોડિંગ તૈયાર કર્યું છે અને આ ર્હોડિંગ પર લખ્યું છે કે, 'હવામાંથી પાણી પેદા કરે છે'. આ ર્હોડિંગે પેરૃનાં લોકોને અચરજમાં નાખી દીધા છે, પરંતુ આ ર્હોડિંગ ખરેખર ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ ર્હોડિંગ દ્વારા એક દિવસનું ૯૦ લિટર પાણી ઉત્પન્ન કરી શકાય છે અને આ ર્હોિંડેગ અત્યાર સુધીમાં ૯,૦૦૦ લિટર જેટલું સાફ પાણી ઉત્પન્ન્ કરી ચૂક્યું છે. યૂટેકનું કહેવું છે કે, તેઓ આ કલ્પનાને હકીકત કરવા માગતા હતા અને આ ર્હોડિંગ દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું કે ટેકનિક દ્વારા કોઈ પણ વસ્તુ અશક્ય નથી.
પેરૃમાંખૂબ જ ઓછો વરસાદ થાય છે પરંતુ અહીનાં વાતાવરણમાં ૯૮ ટકા ભેજ હોય છે. યૂટેકની પ્રવક્તા જેસિકા રૃઆસનેે અનુસાર આ ટેકનિક દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે અને સરળતાથી હવાના ભેજને પાણીમાં પરિર્વિતત કરી શકાય છે. રૃઆસનું એવું માનવું છે કે, આ ર્હોડિંગ દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
કેવી રીતે બને છે આ મશીન ?
આ ર્હોડિંગની અંદર પાંચ એવાં યંત્ર છે જે હવાનાં ભેજને કન્સેડર અને ફિલ્ટરની મદદથી પાણીમાં પરિર્વિતત કરી દે છે. હવામાંથી બનેલું આ પાણી ર્હોડિંગની ઉપર ટાંકીમાં જમા થાય છે અને તે ર્હોડિંગની નીચે એક નળ મૂકવામાં આવ્યો છે જ્યાંથી માણસો પાણી પી શકે છે. આ આખું સેટઅપ તૈયાર કરવા પાછળ માત્ર ૧,૨૦૦ ડોલરનો ખર્ચ થાય છે.
 યૂટેકની પ્રવક્તા જેસિકા રૃઆસનેે અનુસાર આ ટેકનિક દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે અને સરળતાથી હવાના ભેજને પાણીમાં પરિર્વિતત કરી શકાય છે.

Sunday, March 10, 2013

ટીવીનું પ્રસારણ ખોરવાય તો સમજી જજો કે સનઆઉટેજની અસર થઈ છે

નવી દિલ્હી, તા. ૧૦
  • પૃથ્વી, સેટેલાઇટ અને સૂર્ય એક સીધી રેખામાં આવતાં આ ઘટના બને છે
  • ચાલુ વર્ષે ૧૮મી માર્ચ સુધી તેની અસર જોવા મળશે
સનઆઉટેજ તરીકે ઓળખાતી ખગોળીય ઘટનાને કારણે અસંખ્ય ટીવી ચેનલનાં પ્રસારણ ઉપર અસર જોવા મળી હતી. સનઆઉટેજને કારણે ડાયરેક્ટ ટુ હોમ(ડીટીએચ) ઉપર આધારિત કેટલીક ટીવી ચેનલ્સનું પ્રસારણ સંપૂર્ણ ખોરવાઈ ગયું હતું તો કેટલીક ટીવી ચેનલની પિક્ચર ક્વોલિટી નબળી જોવા મળી હતી. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના સભ્યોને પણ સનઆઉટેજના સમયગાળા સિવાય ટ્રેડિંગ કરવા સલાહ આપવામાં આવી હતી. વર્ષમાં બે વખત સનઆઉટેજની ઘટના સર્જાતી હોય છે. ચાલુ વર્ષે સનઆઉટેજની અસર ૫મી માર્ચથી વર્તાવવાની ચાલુ થઈ હતી, જે આગામી ૧૮મી માર્ચ સુધી જોવા મળશે.
નેશનલ સ્ટોક એક્સ્ચેન્જે જણાવ્યું હતું કે, ઇસરો દ્વારા તેમને ચેતવણી આપવામાં આવી છે કે સનઆઉટેજને કારણે ૫મી માર્ચથી ૧૮મી માર્ચ ૨૦૧૩ દરમિયાન ઇન્સેટ-૩એ અને ઇન્સેટ-૩ઈ સેટેલાઇટ ઉપર જુદા જુદા સમયે અસર પહોંચશે. સનઆઉટેજને કારણે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જના સભ્યોને પણ કનેક્ટિવિટીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સનઆઉટેજને કારણે ટીવી ચેનલની પ્રસારણ સેવા ઉપર અસર જોવા મળે છે. કેટલીક ટીવી ચેનલને સેટેલાઇટમાંથી સિગ્નલ મળતા બંધ થઈ જવાને કારણે તેનું પ્રસારણ અટકી જાય છે જ્યારે કેટલીક ટીવી ચેનલના આઉટપુટ પિક્ચર ક્વોલિટી ખૂબ જ બગડી જાય છે.
સનઆઉટેજ કેવી રીતે સર્જાય છે ?
પૃથ્વી, સેટેલાઇટ અને સૂર્ય એક જ સીધી લીટીમાં આવવાથી સનઆઉટેજની સમસ્યા સર્જાય છે. પૃથ્વી પરથી મોકલાયેલા સિગ્નલ્સ સેટેલાઇટ મેળવે છે અને તેને ફરીથી પૃથ્વી પર ગોઠવાયેલા રિસિવરને મોકલવામાં આવે છે. આ રિસિવરમાંથી પ્રસારણ કરવામાં આવતું હોય છે. સનઆઉટેજના સમયગાળા દરમિયાન પૃથ્વી અને સેટેલાઇટની વચ્ચે આદાનપ્રદાન થતાં સિગ્નલમાં સૂર્યનાં રેડિએશનને કારણે વિક્ષેપ સર્જાય છે. સેટેલાઇટની પાછળ રહેલાં સૂર્યનાં વિકિરણો એટલાં બધાં પ્રબળ હોય છે કે તે સેટેલાઇટમાંથી પૃથ્વી પર મોકલવામાં આવતા સિગ્નલ પર હાવી થઈ જાય છે. પૃથ્વી, સેટેલાઇટ અને સૂર્યની એક સીધી લીટીમાં આવવાની ઘટના વર્ષમાં બે વખત, માર્ચ અને સપ્ટેમ્બર મહિનાની આસપાસ બનતી હોય છે, ઉપરાંત પૃથ્વીના ઉત્તર અક્ષાંશ પર આવેલા અને દક્ષિણ અક્ષાંશ પર આવેલા વિસ્તારોમાં સનઆઉટેજનો સમયગાળો જુદો જુદો હોય છે.
સનઆઉટેજને કારણે ઊભી થતી સમસ્યા ?
પૃથ્વી પર સેટેલાઇટ આધારિત ગોઠવાયેલી કોમ્યુનિકેશન સિસ્ટમને સનઆઉટેજની સમસ્યાનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન જ્યારે સનઆઉટેજની સમસ્યા સર્જાય ત્યારે સેટેલાઇટ આધારિત ગોઠવાયેલા સંદેશા વ્યવહારનાં ઉપકરણોને ૧૫ મિનિટ સુધી જુદા જુદા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. કેટલીક વખત સૂર્યનું રેડિએશન સેટેલાઇટના સિગ્નલ ઉપર એટલું બધું હાવી થઈ જાય છે કે તેનું સમગ્ર પ્રસારણ જ ખોરવી નાખે છે, જોકે આ સમસ્યા ટૂંકા ગાળાની છે અને સનઆઉટેજ દૂર થતાં જ પુનઃ પ્રસારણ શરૂ થઈ જાય છે.

Monday, March 4, 2013

ફક્ત આઠ કલાકમાં ૨૨૯૮ કિલોમીટર કાપતી બુલેટ.

ન્યૂઝ નંબર વનઃ ૨૦૧૧ના સમર વેકેશન દરમિયાન એક બુલેટ ટ્રેનને અકસ્માત નડતાં ૪૦ થી વઘુ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને સેંકડોને ઇજા થઇ હતી..., ન્યૂઝ નંબર ટુઃ૨૦૧૨ના માર્ચમાં અતિ ભારે (કહો કે સાંબેલાધાર) વરસાદથી સેન્ટ્રલ ચીનમંા એક આખી રેલવે લાઇન પૂરેપૂરી ધોવાઇ ગઇ હતી... આ અને આવા બીજા અનેક અવરોધો છતાં ૨૦૧૩ના નવા વરસની પૂર્વસંઘ્યાએ ચીને એક અજીબોગરીબ રેકોર્ડ સર્જ્યો. સરમુખત્યાર કહો, લોખંડી શાસન કહો, સામ્યવાદી રાષ્ટ્ર કહો કે જુલમી શાસન કહો- એક વાત નક્કી કે નિર્ધારેલાં લક્ષ્યાંકો સમયસર પૂરા કરવામાં ચીનને કુદરતી કે માનવસર્જિત કોઇ અવરોધો નડતાં નથી. પૂરા બાવીસસો અઠ્ઠાણુ કિલોમીટરનું અંતર ફક્ત આઠ કલાકમાં કાપે એવી અતિ ઝડપી અને છતાં દુનિયાની કોઇ પણ એરલાઇન્સની સેવાને ટક્કર મારે એવી બુલેટ ટ્રેનસેવા ચીને ૨૭ ડિસેંબરે રાષ્ટ્રને અર્પિત કરી. ફક્ત અંતર સમજવા માટે જોઇએ તો મુંબઇ અને જમ્મુ વચ્ચે ૧૯૫૦ કિલોમીટરનું અંતર છે. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની ગણાતા પૂણે અને જમ્મુ વચ્ચે ૨૧૭૬ કિલોમીટરનું અંતર છે. તમે રેલવેનું સમયપત્રક જુઓ. દૈશને આઝાદ થયા પછી આજે ૬૪-૬૫ વરસ પછીય આ બંને અંતર કાપતાં ભારતીય રેલવેને વીસથી બાવીસ કલાક લાગે છે. હિમવર્ષા કે ભારે વરસાદ જેવી કોઇ કુદરતી આપત્તિ આવે તો ટ્રેનો કેટલા કલાક મોડી પડે એનો કોઇ ભરોસો નહીં.

બીજી બાજુ બાવીસસો અઠ્ઠાણું કિલોમીટરનું અંતર માત્ર આઠ કલાકમાં કાપે એવી બુલેટ ટ્રેન દોડાવવી એ કેટલું મોટું એંજિનિયરીંગ અને ટેક્‌નોલોજીકલ સાહસ છે એની કલ્પના કરો. વળી આ ટ્રેનમાં વિશ્વની કોઇ પણ એરલાઇન્સને ટક્કર મારે એવી સગવડો અને વૈભવ છે. ખુદ સંિહુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યા મુજબ કોર્પોરેટ સર્કલના માંધાતા ઉદ્યોગપતિ-વેપારીઓને વિમાનમાં પ્રવાસ કરવાને બદલે ટ્રેનમાં પ્રવાસ કરવાની પ્રેરણા મળે એવા વિચારે આ ટ્રેન શરૂ કરવામાં આવી. આ અગાઉ ચીને સૌથી લાંબો પુલ ખુલ્લો મૂક્યો હતો. હવે સૌથી લાંબા અંતરની ટ્રેન શરૂ કરી. અને ટ્રેન પણ કેવી ? કલાકના ૩૦૦ કિલોમીટર (૧૮૬ માઇલ)ની ઝડપે દોડે એવી એટલે કે પવનવેગી. અત્યારે દર કલાકે આ ટ્રેન દોડશે. એક મહિના પછી દર અડધા કલાકે. ખરા અર્થમાં ઓટોમેટિક ગનમાંથી છૂટેલી બુલેટ જાણે ! અગાઉ બીજંિગ અને આજની તારીખમાં ચીનના આર્થિક હબ ગણાતા ગ્વાંગઝાઉ વચ્ચે દોડતી ટ્રેનો બાવીસ કલાક લેતી. એટલે વિદેશી વ્યાપારી પ્રતિનિધિઓ તથા કોર્પોરેટ માંધાતાઓ વિમાનયાત્રા કરવાનું પસંદ કરતા. એને કારણે વિદેશી એર લાઇન્સને તગડો નફો થતો. ચીનની ઇચ્છા એવી હતી કે એ નફો પોતાની તિજોરીમાં જમા થાય.

ભારતીય સાધનો અને અહીંની ટેલેન્ટ વિશે કોઇ શંકા નથી. એટલે ભારત અને ચીનની તુલના શક્ય નથી. પરંતુ એક દાખલો નોંધવો જોઇએ. ૨૦૧૧ના સેન્ટ્રલ ચીનના અકસ્માત પછી ત્યારના રેલવે પ્રધાન અને રેલવેના ચીફ એંજિનિયર પાસે પ્રતીતિજનક (કન્વીન્સીંગ) ખુલાસો માગવામાં આવ્યો હતો. એ ખુલાસો ન મળ્યો પરંતુ ફક્ત દોઢ બે કિલોમીટર જેટલા અંતરમાં વપરાયેલા માલની ગુણવત્તા ચકાસવામાં બેદરકારી રાખેલી એટલી વાત પરથી ચીફ એંજિનિયરને આકરી સજા થઇ. આપણે ત્યાં આટલી ઝડપી અદાલતી કામગીરી શક્ય નથી. ભ્રષ્ટાચારના કેસો વરસો સુધી ચાલ્યા કરે અને પછી ય નક્કર કશું વળે નહીં. આજ સુધીમાં ચીનની રેલવેએ ૯,૩૦૦ કિલોમીટર જેટલા વિસ્તારને બુલેટ ટ્રેન જેવી ઝડપી સેવા હેઠળ આવરી લીધો છે. ૨૦૧૫ સુધીમાં ૧૮ હજાર કિલોમીટરને આવરી લેવાનો ચીનનો ટાર્ગેટ છે. બે વર્ષ હાથમાં છે અને હજુ બીજા નવ હજાર કિલોમીટર જેટલા વિસ્તારને હાઇ સ્પીડ ટ્રેન ઝોનમાં ફેરવવાનો છે.  પરંતુ ચીનને ખાતરી છે કે એ ટાર્ગેટ સમયસર પૂરો થશે.

ઉદ્‌ઘાટનના પહેલા જ દિવસે એટલે કે ૨૭ ડિસેંબરે બપોરે અમુક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતાં બુલેટ ટ્રેનના વ્યવહારને અસર થઇ હતી. પરંતુ ગણતરીના કલાકોમાં ઓછી ઝડપે (કલાકના ૧૧૪ કિલોમીટરની ઝડપે ) ફરી ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થઇ ગયો. કેવું આશ્ચર્ય ! આપણે આવું થવાની કલ્પના સુદ્ધાં કરી શકતા નથી. રોજ સરેરાશ આવી ૧૧૫ બુલેટ ટ્રેન દોડશે અને એના માર્ગમાં નાનાં-મોટાં ૩૫ શહેરોને આવરી લેશે. ચીનની ઇચ્છા તો આ બુલેટ ટ્રેન સેવા છેક હોંગકોંગ સુધી લંબાવવાની છે. ચીનમાં પણ આ ટ્રેન સેવા ચાર પ્રાંતને જોડે છે. પાટનગર બીજંિગ, હેનાન પ્રાંતનું ત્સેંગત્સાઉ, સેન્ટ્રલ ચીનમાં વુહાન અને  છેલ્લે વુહાન અને ગ્વાંગઝાઉ. વુહાન અને ગ્વાંગઝાઉને જોડવાની લાઇન ૨૦૦૯માં પૂરી થઇ ગઇ હતી. કોન્ટ્રેક્ટર્સને ચેતવી દેવામંા આવ્યા હતા કે સમયસર કામ પૂરું નહીં થાય તો તમારી ખેર નથી. આ બુલેટ ટ્રેન રોજના બે લાખ પ્રવાસીઓની અવરજવર કરી શકશે. બુલેટ ટ્રેનમાં પણ વિમાનની જેમ બે ક્લાસ છે-બિઝનેસ ક્લાસ અને ઇકોનોમી ક્લાસ. બિઝનેસ ક્લાસની સંિગલ જર્નીની ટિકિટ ૨૭૦ પાઉન્ડ (આશરે ૧૧૦૨૫ રૂપિયા) અને ઇકોનોમી ક્લાસની ટિકિટ ૮૬ પાઉન્ડ છે. દરેક સીટ માટે અલગ ન્યૂઝપેપર્સ અને ટીવી સ્ક્રીનની વ્યવસ્થા છે. વિમાનની જેમ આ ટ્રેનમાં પણ રેલ-હોસ્ટેસ્સ છે જેમને પાંચથી છ ભાષા આવડે એવી ફરજિયાત યોગ્યતા નક્કી કરવામાં આવી હતી.
લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આખીય ટ્રેન સેન્ટ્રલી એર-કંડિશન્ડ છે એ કહેવાની જરૂર ખરી ?

Sunday, March 3, 2013

ઉંદરો હવે ટેલિપથીમાં પણ સક્ષમ થયા !

ન્યૂયોર્ક, તા. ૩
અમેરિકા અને બ્રાઝિલમાં બેઠેલા ઉંદરો પર પ્રયોગ કરાયો
અમેરિકાના વિજ્ઞાનીઓએ ટેલિપથીનાં માધ્યમથી અન્ય કોઈ વ્યક્તિનાં મસ્તિષ્કને વાંચી શકવાની કલ્પનાને વાસ્તવિકતામાં ફેરવી છે, તેમણે વિશ્વના બે અલગ અલગ દેશોમાં બેઠેલા ઉંદરનાં મસ્તિષ્કોને ઇન્ટરનેટનાં માધ્યમથી એકબીજા સાથે જોડાવામાં સફળતા પ્રાપ્ત કરી છે. ટેલિપથી એવી પ્રક્રિયાને કહેવાય છે કે,જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિનાં મસ્તિષ્કને વાંચી તેના વિચારો જાણી શકે છે. ડયુક યુનિર્વિસટીના ન્યૂરોબાયોલોજિસ્ટ મિગુઅલ નિકોલસના જણાવ્યાનુસાર, બ્રાઝિલના એક ઉંદરનાં મસ્તિષ્કને ઇન્ટરનેટ વડે અમેરિકામાં બેઠેલા ઉંદરની સાથે જોડી દેવાયાં હતાં.
પહેલાં તો વિજ્ઞાાનીઓએ વાળના કદના ૧૦૦મા ભાગ જેટલા બારીક સેન્સરને ઉંદરનાં મસ્તિષ્કમાં ફિટ કરી તેમને ઇન્ટરનેટનાં માધ્યમથી એકબીજા સાથે જોડી દીધાં હતાં ત્યાર પછી બ્રાઝિલમાં રહેતા ઉંદરને એક લાલ રંગની લાઇટ ચમકતી દેખાતાં તેણે એક લિવર દબાવ્યું અને તેને પાણી મળી ગયું હતું. તેની આ સફળતાના સંકેત ઇલેક્ટ્રોનિક ટેલિપથીનાં માધ્યમથી અન્ય ઉંદર સુધી પહોંચી ગયા હતા અને અમેરિકામાં રહેતા ઉંદરોએ પણ પોતપોતાનાં લીવર દબાવીને પાણી પીવામાં સફળતા મેળવી લીધી.
પ્રોફેસર નિકોલસને આ શોધ માટે અમેરિકાનાં સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ્સ એજન્સી(ડારપા) પાસેથી ૨.૬ કરોડ ડોલરની નાણાકીય મદદ મળી છે. આ એજન્સીને જ ઇન્ટરનેટની શોધ કરવાનું શ્રેય પ્રાપ્ત થાય છે.
બ્રેઇન મશીન ઇન્ટરફેસ તરીકે ઓળખાતી આ ટેક્નિક વડે વિકલાંગ અને લકવાગ્રસ્ત લોકો રોબોટિક હાથ અને કમ્પ્યૂટરના કર્સરને હલાવી શકે છે, તેનાથી મસ્તિષ્કના સંકેત મોકલવાની પ્રક્રિયામાં સુધારો કરેની દર્દી તેનાં અંગોને વધુ એક્ટિવ બનાવી શકે છે.
 ઓર્ગેનિક કમ્પ્યુટર
નિકોલસે જોકે આ ટેક્નિકને એક ઓર્ગેનિક કમ્પ્યૂટર નામ આપ્યું છે. તે કહે છે કે, આ ટેક્નિકના માધ્યમથી વિશ્વનાં ઘણાં મસ્તિષ્કને જોડીને એક જૈવિક કમ્પ્યૂટર તૈયાર કરી શકાય છે, જે આપણું મસ્તિષ્ક પણ ઉકેલી ન શકે તેવી સમસ્યાઓનું ચપટી વગાડતાં સમાધાન કરી શકશે. નિકોલસ હવે ઉંદરો પર મળેલી સફળતા બાદ હવે વાનર પર આ ટેક્નિકનો ઉપયોગ કરવા માગે છે.