પેરૃ : 25, માર્ચ
આ વાત સાંભળીને તમને નવાઈ જરૃર લાગશે કે, હવામાંથી પાણી કેવી રીતે બની શકે અને તે પણ એક ર્હોડિંગ દ્વારા, પરંતુ આ વાત તદ્દન સાચી છે. પેરૃની રાજધાની લીમામાં પ્રવેશદ્વાર પર એક એવું ર્હોડિંગ લગાવવામાં આવ્યું છે જે, વાતાવરણમાં રહેલી ભેજનો ઉપયોગ કરીને સાફ પાણી ઉત્પન્ન કરે છે.
ટેકનિક દ્વારા કોઈ પણ વસ્તુ અશક્ય નથી
લીમામાં યૂનિર્વિસટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી(યૂટેક)ના શોધકર્તાઓ અને જાહેરાત એજન્સી મારૃ પેરૃ ડ્રાફ્ટ એફસીબીએ ભેગા મળીને આ અનોખું ર્હોડિંગ તૈયાર કર્યું છે અને આ ર્હોડિંગ પર લખ્યું છે કે, 'હવામાંથી પાણી પેદા કરે છે'. આ ર્હોડિંગે પેરૃનાં લોકોને અચરજમાં નાખી દીધા છે, પરંતુ આ ર્હોડિંગ ખરેખર ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ ર્હોડિંગ દ્વારા એક દિવસનું ૯૦ લિટર પાણી ઉત્પન્ન કરી શકાય છે અને આ ર્હોિંડેગ અત્યાર સુધીમાં ૯,૦૦૦ લિટર જેટલું સાફ પાણી ઉત્પન્ન્ કરી ચૂક્યું છે. યૂટેકનું કહેવું છે કે, તેઓ આ કલ્પનાને હકીકત કરવા માગતા હતા અને આ ર્હોડિંગ દ્વારા તેમણે સાબિત કરી બતાવ્યું કે ટેકનિક દ્વારા કોઈ પણ વસ્તુ અશક્ય નથી.
પેરૃમાંખૂબ જ ઓછો વરસાદ થાય છે પરંતુ અહીનાં વાતાવરણમાં ૯૮ ટકા ભેજ હોય છે. યૂટેકની પ્રવક્તા જેસિકા રૃઆસનેે અનુસાર આ ટેકનિક દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે અને સરળતાથી હવાના ભેજને પાણીમાં પરિર્વિતત કરી શકાય છે. રૃઆસનું એવું માનવું છે કે, આ ર્હોડિંગ દ્વારા પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકાય છે.
કેવી રીતે બને છે આ મશીન ?
આ ર્હોડિંગની અંદર પાંચ એવાં યંત્ર છે જે હવાનાં ભેજને કન્સેડર અને ફિલ્ટરની મદદથી પાણીમાં પરિર્વિતત કરી દે છે. હવામાંથી બનેલું આ પાણી ર્હોડિંગની ઉપર ટાંકીમાં જમા થાય છે અને તે ર્હોડિંગની નીચે એક નળ મૂકવામાં આવ્યો છે જ્યાંથી માણસો પાણી પી શકે છે. આ આખું સેટઅપ તૈયાર કરવા પાછળ માત્ર ૧,૨૦૦ ડોલરનો ખર્ચ થાય છે.
યૂટેકની પ્રવક્તા જેસિકા રૃઆસનેે અનુસાર આ ટેકનિક દ્વારા ખૂબ જ ઓછા ખર્ચે અને સરળતાથી હવાના ભેજને પાણીમાં પરિર્વિતત કરી શકાય છે.
No comments:
Post a Comment