Sunday, January 27, 2013

ભારતે દરિયામાંથી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું


નવી દિલ્હી, તા. ૨૭
  • ભારત દ્વારા અંડરવોટર કેટેગરીમાં બનાવાયેલી પહેલી મિસાઇલ
  • અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને ચીન જેવા દેશોની બરાબરી કરી
પરમાણુ ત્રિપુટી તરફ વધુ એક પગલું આગળ વધતાં ભારતે રવિવારે બંગાળની ખાડીમાં દરિયામાંથી ૧,૫૦૦ કિ.મી.ની રેન્જ ધરાવતી બેલિસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. પરમાણુ ત્રિપુટીમાં પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલ્સને જમીન, પાણી અને હવામાંથી છોડવાની ક્ષમતા હાંસલ કરવાની બાબતનો સમાવેશ થાય છે. આ પ્રકારની ક્ષમતા હાલ અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને ચીન જેવા દેશો પાસે છે.
ડીઆરડીઓના ચીફ વીકે સારસ્વતે જણાવ્યું કે અજ્ઞાત સ્થળે કે-૫ મીડિયમ રેન્જની બેલાસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ દરમિયાન તમામ બાબતો હકારાત્મ કરી હતી અને પરીક્ષણ સફળ રહ્યું હતું. સારસ્વતે જણાવ્યું કે આ યોજના પ્રમાણે કે-૫ મિસાઇલના ડેવલપમેન્ટ ફેઝ દરમિયાન સબમરીન લોન્ચ બેલાસ્ટિક મિસાઇલનું પરીક્ષણ પૂર્ણ થયું છે, હવે આ ફેઝ કામ કરવા માટે તૈયાર છે, તે ઉપરાંત અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને ન્યૂક્લિયર સબમરીન આઈએનએસ અરિહંતનું પરીક્ષણ ચાલુ છે. ઇન્ડિયન સ્ટ્રેટેજિક ર્ફોિસસ અંડરવોટર પ્લેટફોર્મ માટે કે-૫ મિસાઇલ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા ડેવલપ કરવામાં આવતી અંડરવોટર મિસાઇલોના પરિવારનો જ એક ભાગ છે. આ પહેલાં ૧૦ વખત આ મિસાઇલનું પરીક્ષણ કરાયું હતું. આજે આ અંતિમ પરીક્ષણ હતું. અમેરિકા, ફ્રાન્સ, રશિયા અને ચીન જેવા દેશો પાસે જ આવી મિસાઇલ છોડવાની ક્ષમતા છે.
આ મિસાઇલ દ્વારા ભારતની અંડરવોટર ફેસિલિટીમાં અને વોરહેડમાં વધારો થયો છે. ભારત દ્વારા અંડરવોટર કેટેગરીમાં બનાવવામાં આવેલી આ પહેલી મિસાઇલ છે, તે સિવાય ભારત પાસે જમીન અને હવાઈ માર્ગે ન્યૂક્લિયર વેપન છોડવાની ક્ષમતા છે. ભારત દ્વારા હજી પણ બે અંડરવોટર મિસાઇલ કે-૧૫ અને બ્રાહ્મોસ બનાવવામાં આવી રહી છે. ભારત દ્વારા થોડા સમય પહેલાં જ અગ્નિ સિરીઝની બેલાસ્ટિક મિસાઇલો અને ફાઇટર બોમ્બર એરક્રાફ્ટ બનાવવામાં આવ્યાં હતાં. આ રીતે ભારત ત્રણે જગ્યાએ પોતાની ન્યૂક્લિયર વેપન છોડવાની ક્ષમતાને પાર પાડવાની નજીક પહોંચી ગયું છે.

No comments:

Post a Comment